યાજકોની ફરજો
1હારુનનાં વંશજોને પણ જૂથોમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. હારુનને પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર. 2નાદાબ અને અબીહૂ તેમના પિતા જીવતા હતા એ દરમ્યાન જ નિ:સંતાન મરી ગયા હતા. આથી એલઆઝાર અને ઇથામાર યાજકપદે આવ્યા. 3દાઉદે એલઆઝારના વંશજ સાદોક અને ઇથામારના વંશજ અહીમેલેખેની મદદથી હારુનના કુલસમૂહોને તેમની ફરજ પ્રમાણે જૂથોમાં વહેંચી નાખ્યા. 4એલઆઝાર વંશજો ઇથામારના વંશજો કરતાં સંખ્યામાં વધારે હતા, આથી એલઆઝારના વંશજોનાં જુદાં-જુદાં કુટુંબના સોળ જૂથ પાડવામાં આવ્યા અને ઇથામારના વંશજોનાં કુટુંબોના આઠ જૂથ પાડવામાં આવ્યાં. અને એ દરેક જૂથનો આગેવાન તે પોતાના કુટુંબનો વડો હતો. 5બન્ને, એલઆઝારના વંશજો અને ઈથામારના વંશજોમાં પ્રખ્યાત માણસો મંદિરના અધિકારીઓ હતા. તેથી ચિઠ્ઠીઓ નાખીને જુદા જુદા જૂથોને તેમની ફરજો સોંપવામાં આવી હતી.
6નથાનએલનો પુત્ર, લેવી કુલસમૂહનો શમાયા, નોંધણીકાર હતો. આ બધું કામ તે રાજા તથા સાદોક યાજક, અબ્યાથારના પુત્ર અહીમેલેખ તથા યાજકો અને લેવીઓના મુખ્ય આગેવાનોની હાજરીમાં તે કરતો હતો. એલઆઝારના કુંળકુટુંબોએ અને ઇથામારના કુલ કુટુંબોએ ફરજોને વહેંચી લીધી હતી.
7પહેલું સમૂહ યહોયારીબનું હતું;
બીજુ સમૂહ યદાયાનું હતું;
8ત્રીજું સમૂહ હારીમનું હતું;
ચોથું સમૂહ સેઓરીમનું હતું;
9પાંચમું સમૂહ માલ્કિયાનું હતું;
છઠ્ઠું સમૂહ મીયામીનનું હતું;
10સાતમું સમૂહ હાક્કોસનું હતું;
આઠમું સમૂહ અબિયાનું સમૂહ અલિયાનું હતું;
11નવમું સમૂહ યેશૂઆનું હતું;
દસમું સમૂહ શખાન્યાનું હતું;
12અગિયારમું સમૂહ એલ્યાશીબનું હતું;
બારમું સમૂહ યાકીમનું હતું;
13તેરમું સમૂહ હુપ્પાહનું હતું;
ચૌદમું સમૂહ યેશેબઆબનું હતું;
14પંદરમું સમૂહ બિલ્ગાહનું હતું,
સોળમું સમૂહ ઇમ્મેરનું હતું;
15સત્તરમું સમૂહ હેઝીરનું હતું;
અઢારમું સમૂહ હાપ્પિસ્સેસનું હતું;
16ઓગણીસમું સમૂહ પથાહ્યાનું હતું;
વીસમું સમૂહ યહેઝકેલનું હતું;
17એકવીસમું સમૂહ યાખીનનું હતું;
બાવીસમુઁ સમૂહ ગામૂલનું હતું;
18ત્રેવીસમું સમૂહ દલાયાનું હતું;
ચોવીસમું સમૂહ માઆઝયાનીનું હતું.
19આ બધાં માણસોને યહોવાના મંદિરમાં જવા માટે અને ઇસ્રાએલના દેવ યહોવાએ જણાવ્યા મૂજબ આ માણસોના વડવા હારુને નક્કી કરેલી ફરજો બજાવવા માટે નીમવામાં આવ્યા હતા.
બાકીના લેવીઓ
20લેવી કુટુંબના બાકીના વંશજો નીચે મુજબ છે:
આમ્રામનો વંશજ શુબાએલ
અને શુબાએલનો વંશજ યહદયા;
21રહાબ્યાનો વંશજ યિશ્શિયા જે આગેવાન હતો;
22યિસ્હારના વંશજ શલોમોથનો વંશજ યાહાથ;
23હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા,
બીજો અમાર્યા,
ત્રીજો યાહઝીએલ અને
ચોથો યકામઆમ;
24ઉઝઝીયેલના વંશજ
મીખાહનો પુત્ર શામીર;
25મીખાહનો ભાઇ યિશ્શિયા,
યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા;
26મરારીના વંશજો; માહલી, મૂશી અને તેનો પુત્ર યાઅઝીયાહ,
27મરારીના વંશજો વચ્ચે એના પુત્ર યાઅઝીયાના મારફતે: શોહામ, ઝાક્કૂર અને ઇબ્રી.
28માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ. એલઆઝારને પુત્ર નહોતો.
29કીશનો યરાહમએલ.
30મૂશીના પુત્રો: માહલી, એદેર અને યરીમોથ.
આ બધા તેમના પૂર્વજોની વંશાવળી પ્રમાણે નોંધેલા લેવીઓના વંશજો હતા. 31બરાબર તેમના કુટુંબી હારુનના વંશજોની માફક આ કુટુંબોમાં પણ મોટા અને નાના કુટુંબનો ભેદ રાખ્યા વિના ચિઠ્ઠીઓ ફેંકીને તેમની ફરજો નક્કી કરવામાં આવી હતી. આ બંધુ રાજા દાઉદ, સાદોક, અહીમેલેખ અને યાજકોના આગેવાનોની અને લેવીઓનાં કુટુંબને સાક્ષી રાખીને કરવામાં આવ્યું હતું.