1જયારે કોટનું બાંધકામ પૂરું થયું અને મેં દરવાજાઓ ઊભા કર્યા, ત્યારે દ્વારપાળો, ગાનારાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી. 2મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો.
બંદિવાસમાંથી પાછા ફરેલાંની નામાવલી
એઝ. 2:1-70
3અને મેં તેઓને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ખોલવા નહિ અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાનાં બારણાં બંધ રાખવાં. યરુશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.” 4નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા.
5મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે.
6“બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા, 7એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાનાહની સાથે આવ્યા તેઓ આ છે.
ઇઝરાયલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે. 8પારોશના વંશજો બે હજાર એકસો બોતેર, 9શફાટયાના વંશજો ત્રણસો બોતેર, 10આરાહના વંશજો છસો બાવન, 11યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર, 12એલામના વંશજો એક હજાર બસો ચોપન, 13ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ, 14ઝાકકાયના વંશજો સાતસો આઠ.
15બિન્નૂઈના વંશજો છસો અડતાળીસ, 16બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ, 17આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ, 18અદોનિકામના વંશજો છસો સડસઠ.
19બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ, 20આદીનના વંશજો છસો પંચાવન, 21હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું, 22હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ.
23બેસાયના વંશજો ત્રણસો ચોવીસ, 24હારીફના વંશજો એકસો બાર, 25ગિબ્યોનના વંશજો પંચાણું 26બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી.
27અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી, 28બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ, 29કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ, 30રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.
31મિખ્માશના વંશજો એકસો બાવીસ, 32બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ, 33નબોના વંશજો બાવન, 34બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન.
35હારીમના વંશજો ત્રણસો વીસ, 36યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ, 37લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ, 38સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.
39યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર, 40ઈમ્મેરના વંશજો એક હજાર બાવન, 41પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ, 42હારીમના વંશજો એક હજાર સત્તર.
43લેવીઓ: યેશૂઆના તથા કાદમીએલના વંશજો, હોદેવાના વંશજોમાંના ચુંમોતેર. 44ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ. 45દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ.
46ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો, 47કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો, 48લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો, 49હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગહારના વંશજો.
50રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો, 51ગાઝ્ઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆના વંશજો, 52બેસાઈના વંશજો, મેઉનીમના વંશજો, નફીસીમના વંશજો.
53બાકબુકના વંશજો, હાકૂફાના વંશજો, હાર્હૂરના વંશજો, 54બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો, 55બાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો, 56નસીઆના વંશજો અને હટીફાના વંશજો.
57સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો, 58યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો, 59શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો. 60ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.
61તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ. 62દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો છસો બેતાળીસ. 63યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું.
64જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા. 65આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.
66સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા. 67તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતા.
68તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા, તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં, 69તેઓનાં ઊંટો ચારસો પાંત્રીસ અને તેઓના ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.
70પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા. 71પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર બસો માનેહ ચાંદી ભંડારમાં આપ્યાં હતાં. 72બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક, બે હજાર માનેહ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં.
73તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો, તથા સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.
સાતમા માસમાં ઇઝરાયલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા.”

Notes


*7:65 7:65 જુઓ નિ 28:13

7:68 7:68 આ લખાણ હિબ્રૂ ભાષામાં જોવા મળશે નહિ

7:70 7:70 લગભગ 8.5 કિલોગ્રામ

§7:71 7:71 લગભગ 170 કિલોગ્રામ

*7:71 7:71 લગભગ 1,200 કિલોગ્રામ

7:72 7:72 લગભગ 170 કિલોગ્રામ

7:72 7:72 લગભગ 1,100 કિલોગ્રામ