બંદિવાસમાંથી પાછા ફરેલાંની નામાવલી
નહે. 7:4-73
1બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે: 2ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ.
ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
3પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર. 4શફાટયાના વંશજો: ત્રણસો બોતેર. 5આરાહના વંશજો: સાતસો પંચોતેર. 6યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
7એલામના વંશજો: એક હજાર બસો ચોપન. 8ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ. 9ઝાકકાયના વંશજો: સાતસો સાઠ. 10બાનીના વંશજો: છસો બેતાળીસ.
11બેબાયના વંશજો: છસો ત્રેવીસ. 12આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ. 13અદોનિકામના વંશજો: છસો છાસઠ. 14બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.
15આદીનના વંશજો: ચારસો ચોપન. 16આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું. 17બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ. 18યોરાના વંશજો: એકસો બાર.
19હાશુમના લોકો: બસો ત્રેવીસ 20ગિબ્બારના લોકો: પંચાણું. 21બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ. 22નટોફાના લોકો: છપ્પન.
23અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ. 24આઝમાવેથના લોકો: બેતાળીસ. 25કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ. 26રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.
27મિખ્માશના લોકો: એકસો બાવીસ. 28બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ. 29નબોના લોકો: બાવન. 30માગ્બીશના લોકો: એકસો છપ્પન.
31બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન. 32હારીમના લોકો: ત્રણસો વીસ. 33લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.
34યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ. 35સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.
36યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર. 37ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન. 38પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ. 39હારીમના વંશજો: એક હજાર સત્તર.
40લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર. 41ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ. 42ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ. 43ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ, 44કેરોસ, સીહા, પાદોન, 45લબાના, હગાબા, આક્કુબ, 46હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો.
47ગિદ્દેલ, ગહાર, રાયા, 48રસીન, નકોદા, ગાઝ્ઝામ, 49ઉઝઝા, પાસેઆ, બેસાઈ, 50આસના, મેઉનીમ, નફીસીમના વંશજો.
51બાકબુક, હાકૂફા અને હાર્હૂર, 52બાસ્લુથ, મહિદા, હાર્શા, 53બાર્કોસ, સીસરા, તેમા, 54નસીઆ અને હટીફાના વંશજો.
55સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા, 56યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ, 57શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો. 58ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
59તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે: 60દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન, 61યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો. 62તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી 63સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.
64સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી. 65તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી.
66તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો, 67ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.
68જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં. 69તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.
70યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.

Notes


*2:69 2:69 લગભગ 500 કિલોગ્રામ

2:69 2:69 લગભગ 2,800 કિલોગ્રામ