મંદિર પર ચઢવા માટેનું ગીત.
1હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો;
તમે યહોવાને સ્તુત્ય માનો.
2પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો
અને યહોવાની સ્તુતિ કરો.
3સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે
તમને આશીર્વાદ આપો!