1યહોવાની સ્તુતિ કરો!
યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે,
તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!
2યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે?
તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
3ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે,
અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.
4હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો;
ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.
5જેથી તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ હું જોઉં;
તમારી પ્રજાનાં આનંદમાં હું પણ આનંદ માણું;
અને તમારા વારસોની સાથે
હું હર્ષનાદ કરું.
6અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે;
અન્યાય કર્યા છે, અમે દુષ્ટતા કરી છે.
7મિસરમાઁના તમારાં ચમત્કારોમાંથી
અમારા પિતૃઓ કાઇં શીખ્યાં નહિ,
અને તેઓ તમારો પ્રેમ અને દયા જલ્દી ભૂલી ગયા,
તેઓએ રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.
8તો પણ, પોતાના નામની માટે
અને તેઓને પોતાના પરાક્રમ દેખાડવાં માટે તેણે તેમને તાર્યા.
9તે દેવે રાતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઇ ગયો,
અને તેણે અમારા પિતૃઓને ઊંડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા.
10તેમણે તેઓને વૈરીઓના હાથમાંથી તાર્યા;
અને દુશ્મનનાં હાથમાંથી તેઓને છોડાવ્યા.
11તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું;
તેઓમાંનો એકેય બચ્યો નહિ.
12ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો
અને તેમની પ્રશંસામાં સ્તુતિ ગાઇ.
13તેઓ તેમનાં કૃત્યો જલદી ભૂલી ગયા;
તેમની સલાહ સાંભળવા, ધીરજ રાખી નહિ.
14રણમાં તેઓ પોતાની ઇચ્છાઓને આધીન થયા,
અને વેરાન ભૂમિમાં દેવની પરીક્ષા કરી!
15યહોવાએ તેમની માંગણીઓ પૂરી કરી;
પણ પછી તેણે તેમના પર ભયંકર રોગ મોકલી આપ્યો.
16તેઓએ છાવણીમાં મૂસાની ઇર્ષા કરી,
તથા યહોવાના પવિત્ર યાજક હારુનની ઇર્ષ્યા કરી.
17તેથી પૃથ્વીએ મોં ખોલ્યુ અને; દાથાન,
અબીરામ અને તેમના સમૂહને ગળી ગઇ.
18આકાશમાંથી અગ્નિ તેમની છાવણીમાં આવ્યો,
અને આ દુષ્ટ માણસોને તે ભરખી ગયો.
19તેઓએ સિનાઇ પર્વત પર હોરેબ આગળ વાછરડો બનાવ્યો;
અને એ મૂર્તિની પૂજા કરી.
20તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત દેવને બદલી નાખ્યા,
ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને!
21આ રીતે તેઓ, પોતાના ચમત્કારીક કાર્યો
વડે મિસરમાં બચાવનાર દેવને ભૂલી ગયાં!
22તેઓ “આ લાલ સમુદ્ર પાસે કરેલા ભયંકર કામો
અને પોતાના તારનાર દેવને ભૂલી ગયાં.”
23યહોવાએ તેમનો વિનાશ કરવો હતો પણ મૂસા,
દેવનો પસંદ કરેલો, દેવના વિનાશી કોપને શાંત પાડવા તેમની સામે ઊભો રહ્યો.
અને મૂસાએ તેમને રોક્યા,
જેથી તેમણે લોકોનો વિનાશ ન કર્યો.
24તેમણે તે મનોહર દેશને તુચ્છ ગણ્યો;
અને તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ.
25તેઓ પોતાના મંડપોમાં જઇને પોતાની અંદરો અંદર દેવની વિરુદ્ધ ફરિયાદ કરી,
ને યહોવાની વાણીનો અનાદર કર્યો.
26તેથી યહોવાએ રેતીનાં રણમાં
તેમને મારી નાખવા સમ લીધા.
27તેઓ તેમના વંશજોને દૂર ફેંકી દેશે,
અને તેઓને પ્રજાઓમાં વિખેરી નાખશે.
28પછી પેઓરમાં આપણા પિતૃઓ, બઆલનાં ભજનમાં જોડાયા;
એટલુંજ નહિ પણ તેમણે મૃતાત્માઓને અર્પણ કર્યા
અને બલિદાનમાંથી તેમણે તે ખાધાં પણ ખરાં.
29યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા;
તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો.
30ફીનહાસે પ્રાર્થના કરી ત્યાં સુધી;
તે ચાલુ રહ્યો અને પછી પ્લેગ અટકી ગયો હતો.
31પેઢી દરપેઢી સર્વકાળપર્યંત ન્યાયીપણાને અથેર્
તેનું આ કામ તેના હકમાં યાદ કરાશે.
32મરીબાહમાં ઇસ્રાએલીઓએ દેવને ક્રોધિત કર્યા;
મૂસાએ તેઓને કારણે કઈંક ખરાબ કર્યું.
33તેઓના વર્તનને કારણે મૂસા ગુસ્સે થયા હતાં;
અને તે પોતાને મોઢે અવિચારી વાણી બોલ્યા.
34યહોવાએ કનાનીઓનો નાશ કરવાની આજ્ઞા કરી હતી;
તેઓએ તેમનો નાશ કર્યો નહિ.
35પણ તેઓ પરદેશીઓ સાથે ભળી ગયા;
અને તેઓના દુષ્ટ માગોર્ અપનાવ્યા.
36તેઓએ તેઓની મૂર્તિઓની પૂજા કરી;
અને તે તેઓને ફાંદા રૂપ થઇ પડ્યું.
37વળી તેઓએ ભૂતોનેપોતાના નાનાં દીકરાઓ
અને દીકરીઓના બલિદાનો આપ્યાં.
38તેઓએ તેઓના પુત્ર અને પુત્રીઓનું નિદોર્ષ લોહી વહેવડાવ્યું;
અને કનાનની મૂર્તિઓ સમક્ષ બલિદાન કર્યુ,
આમ દેશ લોહીથી ષ્ટ થયો.
39તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા;
કારણ, દેવની ષ્ટિમાં તેમનો મૂર્તિઓ પ્રત્યેનો પ્રેમ વ્યભિચાર હતો.
40તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો;
અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ.
41તેમણે તેઓને વિદેશીઓના હાથમા સોંપી દીધાં;
અને તેમના શત્રુઓએ તેમના ઉપર રાજ કર્યુ.
42તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા; અને,
તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.
43યહોવાએ વારંવાર મુકત કર્યા ગુલામીમાંથી;
છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યુ;
અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા.
44તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી,
અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.
45યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો
અને તેઓ પ્રતિ તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો.
46જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં,
દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી.
47હે યહોવા અમારા દેવ, અમને તાર;
પ્રજાઓ મધ્યેથી અમને ફરીથી એકત્ર કરો;
જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ
અને સ્તુતિ ગાઇને તમારો જયજયકાર કરીએ.
48હે ઇસ્રાએલના દેવ યહોવા,
અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ;
સર્વ લોકો આમીન કહો.
અને તમે યહોવાની સ્તુતિ કરો!

Notes


*106:23: અને … કર્યો મૂળ પ્રમાણે: દેવે કહ્યું કે તેમાં તેમનો વિનાશ કરશે. પણ મૂસા, દેવના પસંદ કરેલો વચ્ચે પડ્યો અને દેવનો વિનાશ કરવા માટેના કોપને પાછો હટાવ્યો. આ બતાવે છે કે મૂસા એક સૈનિક જેવો હતો જે નગરની દીવાલની બખોલમાં ઊભા રહીને શત્રુઓના સૈનિકો (દેવના કોપ) થી નગર (ઇસ્રાએલ) ની રક્ષા કરી.