દાઉદ અને મુર્ખ નાબાલ
25
1 થોડા સમય બાદ શમુએલનું અવસાન થયું. સર્વ ઇસ્રાએલીઓ તેના દફન માંટે ભેગા થયા અને તેના અવસાન પર તેઓએ શોક જાહેર કર્યો, અને રામાંમાં તેને ઘરમાં દફનાવ્યો.
એ પછી દાઉદ પારાનના રણમાં ચાલ્યો ગયો.
2 ત્યાં માંઓનમાં એક માંણસ રહેતો હતો, તે ઘણો ધનવાન હતો, તેની પાસે 3,000 ઘેટાઁ અને 1,000 બકરાં હતાં. તે કામેર્લમાં તેના ઘેટાઁના ઊન કાપવાની દેખરેખ કરી રહ્યો હતો.
3 તેનું નામ નાબાલ હતું; અને તેની પત્નીનું નામ અબીગાઈલ હતું, તે ખૂબ રૂપાળી અને બુદ્ધિશાળી સ્ત્રી હતી. પરંતુ તેનો પતિ અસભ્ય અને તોછડો હતો. તે કાલેબ વંશનો હતો.
4 દાઉદને વગડામાં ખબર મળી કે, નાબાલ ઘેટાંનું ઊન ઉતરાવે છે.
5 એટલે તેણે દસ જુવાન માંણસોને બોલાવ્યા અને કહ્યું, “તમે કામેર્લ પહોંચી જાઓ, અને નાબાલને ‘પ્રણામ’ કરજો અને માંરા અભિનંદન કહેજો.”
6 તમાંરે માંરા ભાઈને એમ કહેવું કે, “દાઉદ તમાંરી, તમાંરા કુટુંબની અને તમાંરી સંપત્તિની સુરક્ષા, આબાદી અને વૃદ્ધિ ઈચ્છે છે.
7 મેં સાંભળ્યું છે કે તમાંરા સેવકો તમાંરા ઘેટાઁનું ઊન ઉતારી રહ્યા છે. તમાંરા ઘેટાઁપાળકો થોડા સમય માંટે કામેર્લમાં અમાંરી સાથે હતા અને અમે તેમને હેરાન કર્યા નહોતા, અથવા ઈજા કરી નહોતી અને તેમનું કશું ચોર્યુ ન હતું.
8 જો તમે એમને પૂછશો તો તેઓ કહેશે, આથી માંરા માંણસોનો સત્કાર કરજો, કારણ અમે ઉત્સવના દિવસે તમાંરી પાસે આવીએ છીએ. કૃપા કરીને તમને જે મળે તે અમને તારા સેવકોને તથા તારા પુત્ર દાઉદને આપજે.”
9 દાઉદના માંણસોએ આવીને નાબાલને દાઉદના નામે સંદેશો પહોંચાડયો, તેઓ બોલી રહ્યા એટલે
10 નાબાલે દાઉદના માંણસોને કહ્યું, “દાઉદ કોણ છે? આ યશાઇનો પુત્ર કોણ છે? આજકાલ કેટલાય ગુલામો ધણી પાસે થી ભાગી જાય છે!
11 મે રોટલી, દ્રાક્ષારસ અને માંસ માંરા સેવકો જે ઊન ઉતારવાનું કરે છે તેમના માંટે રાખ્યા, તેને માંટે માંરે એ લોકોને સોંપી દેવા, જેઓને હું જાણતો પણ નથી?”
12 દાઉદના માંણસો પાછા ફર્યા અને તેમણે દાઉદને આ બધું કહી સંભળાવ્યું.
13 દાઉદે કહ્યું, “દરેક જણ તરવાર બાંધી લે!” બધાએ તરવાર બાંધી લીધી. દાઉદે પણ તરવાર બાંધી લીધી, અને 400 માંણસો તેની સાથે ગયા અને સામાંન સાચવવા માંટે 200 માંણસો પાછળ રહ્યા.
મુસીબત ટાળતી અબીગાઇલ
14 તે દરમ્યાન નાબાલના એક સેવકે નાબાલની પત્ની અબીગાઈલને કહ્યું, “દાઉદે જગંલમાંથી કેટલાક સંદેશવાહકો માંરફતે આપણા ધણીને પ્રણામ કહેવડાવ્યા; પણ એ તેમના પર ઉકળી ઊઠયો.
15 પરંતુ એ લોકો અમાંરી સાથે બહુ દયાથી ર્વત્યા હતા. એ લોકોએ અમને કોઈ ઇજા કરી નહોતી અને અમે એમની સાથે ચરામાં હતા ત્યારે અમાંરું કંઈ ખોવાયું નહોતું;
16 વળી જયારે અમે ઘેટાં સંભાળતા હતા, ત્યારે રાતદિવસ તેઓ અમાંરું રક્ષણ કરતા હતા.
17 તેથી હવે આ બાબતનો સંપૂર્ણ વિચાર કરીને શું કરવું તે નક્કી કરીને કહો. નહિ તો આપણા ઘણીને અને તેમના આખા કુટુંબને મુશ્કેલી નો સામનો કરવો પડશે. નાબાલ એટલો દુષ્ટ છે કે તેની સાથે વાત કરવી અશક્ય છે કે જેથી તે તેનુ મન બદલાવી શકે.”
18 એટલે અબીગાઈલે તરત જ 200 રોટલી, દ્રાક્ષારસની બે મશકો, પાંચ રાંધેલાં તૈયાર ઘેટાઁ, એક બુશેલ શેકેલી ધાણી, સો ઝૂમખાં સૂકી દ્રાક્ષ, તથા સૂકાં અંજીરનાં 200 ચકતાં લઈને ગધેડાં ઉપર ચડાવી દીધાં.
19 પછી તેણે સેવકોને કહ્યું, “તમે આગળ જાઓ, હું તમાંરી પાછળ આવું છું,” અને તેણે પોતાના પતિને કશુ કહ્યું નહિ.
20 ગધેડા પર બેસીને તે એક ટેકરી ઉપર વળાંક લેતી હતી, ત્યાં દાઉદ અને તેના માંણસો તેને સામાં મળ્યા.
21 દાઉદને થતું હતુ કે, “મેં આ માંણસની મિલકત વગડામાં સાચવી એ ભારે ભૂલ કરી. એનું કશું જ ગયું નહોતું, છતાં એણે ઉપકારનો બદલો અપકારથી વાળ્યો!
22 હું જો સવાર સુધીમાં એનો એક પણ માંણસ જીવતો રહેવા દઉં તો દેવનો શાપ માંરા પર ઉતરો.”
23 દાઉદને જોતાં જ અબીગાઈલ તરત જ ગધેડા ઉપરથી નીચે ઊતરી. અને દાઉદ સામે નીચું મોઢુ કરીને નમી.
24 અબીગાઇલ દાઉદના પગે પડી અને કહ્યું “ધણી, જે થયું તેના માંટે મને દોષ આપો. કૃપા કરીને મને તમને કઇંક કહેવા દો. આ તમાંરી દાસી તમને એનઁુ સાંભળવા કહે છે.
25 તમે એ દુરાચારી માંણસ ઉપર ધ્યાન આપશો નહિ, એનું નામ નાબાલ છે અને તે એના નામ જેવો જ છે તે ખરેખર એક દુષ્ટ છે. ધણી, તમે કેટલાક માંણસોને મોકલ્યા, પણ મે તેમને જોયા નહિ.
26 અને, માંરા માંલિક, યહોવાએ જ આપને ખૂનરેજીથી અને પોતાને હાથે વેરનો બદલો લેવાથી રોકયા છે. હું યહોવાના અને આપના સમ ખાઈને કહું છું કે આપના દુશ્મનો અને આપનું ભૂંડું ઇચ્છનારાઓના હાલ નાબાલ જેવા થશે.
27 જે ભેટ આ દાસી લાવી છે તે આપના તાબા હેઠળના માંણસોને આપી દો.
28 માંરો જો કોઈ અપરાધ થયો હોય તો ધણી માંફ કરે. યહોવા આપને અને આપનાં વંશજોને સદાને માંટે રાજપદે સ્થાપનાર છે. કારણ કે આપ યહોવાની લડાઈ લડી રહ્યા છો અને જીવન ભર આપને કોઈ આફત આવે તેમ નથી.
29 હું કહુ છું, જો કોઈ માંણસ આપની પાછળ પડે અને આપનો જીવ લેવા માંગે, તો આપના દેવ યહોવા આપના જીવનનું રક્ષણ કરશે, પણ યહોવા તમાંરા દુશ્મનોનો જીવ ગોફણમાંથી પથરાની જેમ ફેંકી દેશે.
30 અને જયારે યહોવા આપનું ભલું કરવાનાં બધાં વચનો પૂરાં કરશે અને આપને દેવ ઇસ્રાએલના રાજા બનાવશે,
31 તમે નિદોર્ષ માંણસની હત્યાંનાં અપરાધી નહિ બનો, તમે આમ પડશો નહિ. અને યહોવા જ્યારે તમને વિજય અને સફળતા આપે ત્યારે તમાંરી આ દાસીને યાદ કરજો.”
32 દાઉદે અબીગાઈલને કહ્યું, “ધન્ય છે ઇસ્રાએલના દેવ યહોવાને, જેણે આજે તમને મળવા માંટે મને મોકલી!
33 વળી ધન્ય છે તારી ચતુરાઈને અને તને! તેં મને આજે ખૂનરેજીમાંથી અને પોતાને હાથે વેર વાળવામાંથી રોકી લીધો.
34 તમને ઇજા કરતાં મને રોકનાર ઇસ્રાએલના દેવ યહોવાના સમ ખાઈને કહું છું કે, જો તું મને અહીં મળવા માંટે વહેલી તકે આવી ન હોત તો સવાર સુધીમાં નાબાલનો એક પણ માંણસ જીવતો રહ્યો ન હોત.”
35 ત્યાર પછી દાઉદે તેને માંટે અબીગાઈલ જે લાવી હતી તેનો સ્વીકાર કર્યો અને કહ્યું, “નચિંત થઈને શાંતિથી પાછી ઘરે જા, મેં તારી વાત સાંભળી છે, અને હું તારી વિનંતી માંન્ય રાખું છું.”
નાબાલનું મૃત્યુ
36 અબીગાઈલ પાછી ઘેર ગઈ ત્યારે નાબાલ કોઈ રાજાને છાજે એવી ઉજાણી માંણતો હતો; તે લહેરમાં આવ્યો હતો અને તે ઘણો પીધેલો હતો, આથી અબીગાઈલે તેને સવાર થતાં સુધી કંઈજ કહ્યું નહિ.
37 સવારે તેનો દ્રાક્ષારસનો નશો ઊતરી ગયો, ત્યારે અબીગાઈલે તેને બધું કહી સંભળાવ્યું. જ્યારે તેણે બધું સાંભળીલીધુ ત્યારે તેને હૃદય પર હુમલો થયો અને તે પથ્થર જેવો કઠણ થઈ ગયો.
38 દસ દિવસ પછી યહોવાએ તેનુ મરણ નિપજાવ્યુ.
39 જયારે દાઉદે જાણ્યું કે, નાબાલ મૃત્યુ પામ્યો છે ત્યારે તેણે કહ્યું, “ધન્ય છે યહોવાને જેણે માંરું અપમાંન કરવા બદલ નાબાલને સજા કરી. એણે પોતાના આ સેવકને ખોટું કરતાં રોકયો! અને તેના દુષ્ટ કાર્યોને લીધે નાબાલનું મરણ નિપજાવ્યુ.”
પછી દાઉદે અબીગાઈલને સંદેશો મોકલ્યો કે તે તેણીને પરણવા ઇચ્છે છે.
40 દાઉદના માંણસોએ કામેર્લમાં અબીગાઈલ પાસે આવીને કહ્યું, “દાઉદે અમને તને તેની પત્ની તરીકે લઈ જવાને મોકલ્યા છે.”
41 અબીગાઈલે જમીન સુધી વાંકી વળીને નમન કર્યું કહેતા, “આ દાસી માંરા ધણીના સેવકોના ચરણ ધોવા તૈયાર છે.”
42 પછી અબીગાઈલે તરત ઊઠીને ગધેડા પર સવારી કરી, તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; અને તે દાઉદના હલકારાઓ સાથે ગઈ, ને તેની સ્ત્રી થઈ.
43 દાઉદ પરણેલો હતો અને હવે તેને બે પત્નીઓ હતી. તેઓ છે: યિઝએલી અહીનોઆમ અને કામેર્લની અબીગાઇલ.
44 દેરમ્યાનમાં શાઉલે પોતાની પુત્રી મીખાલ જે દાઉદની પત્ની હતી તેને ગાલ્લીમના વતની લાઈશના પુત્ર પાલ્ટી સાથે પરણાવી દીધી હતી.