અર્પણોના નિયમો
28
યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે આજ્ઞા કર: તમાંરે નિયત સમયે મને આગમાં બનાવેલું ખાદ્યાર્પણ ધરવું, તેની સુગંધ મને પ્રસન્ન કરે છે. તેથી તમાંરે નીચે મુજબ અર્પણ ચઢાવવું. પ્રતિદિન તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરના બે નર હલવાનોનું દહનાર્પણ કરવું જ. એક હલવાનની આહુતિ સવારે અને બીજાની સંધ્યાકાળે અને રાત્રિની વચ્ચે આહુતિ આપવી. ઝીણા દળેલા આઠ વાટકા મેંદાના લોટમાં એક કવાર્ટ* જૈતૂન તેલ ભેળવીને તે પણ ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરો.” તેઓએ સિનાઈ પર્વત પર દૈનિક અર્પણો આપવાનું શરૂ કર્યું, આ અર્પણો આગથી બનાવેલા હતા, તેની સુગંધ યહોવાને પ્રસન્ન કરે છે. પેયાર્પણ તરીકે પા ગેલન દ્રાક્ષારસ દરેક હલવાન સાથે અર્પણ કરવો. તમાંરે તેને દેવને પેયાર્પણ તરીકે પવિત્ર જગ્યામાંની વેદી પર રેડી દેવો. બીજા હલવાનની આહુતિ પણ તમાંરે સંધ્યા અને રાત્રિ વચ્ચે આપવી, અને તેની સાથે સવારના જેવા જ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ધરાવવાં. આ હોમયજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
વિશ્રામવારના અર્પણો
“વિશ્રામવારને દિવસે તમાંરે ખોડખાંપણ વિનાના એક વર્ષની ઉમરના બે હલવાન, ખાદ્યાર્પણ તરીકે તેલે મોયેલા 16 વાટકા મેંદાનો લોટ અને નક્કી કરાયેલી માંત્રામાં દ્રાક્ષારસ ધરાવવો. 10 પ્રત્યેક વિશ્રામવારે આ અર્પણ નિયમિત દહનાર્પણ અને પેયાર્પણ ઉપરાંત લાવવાનું છે.”
માંસિક પવિત્ર મેળાવડો
11 “પ્રત્યેક મહિનાના પ્રથમ દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં 2 વાછરડા, એક ઘેટો અને 1 વર્ષની ઉમર ના 7 નર હલવાનો ખોડખાંપણ વગરના ચઢાવવાં. 12 પ્રત્યેક બળદ સાથે તમાંરે 24 વાટકા ઝીણો દળેલો લોટ જૈતૂન તેલ સાથે ભેળવી અર્પણ કરવો. અને નર ઘેટા સાથે 16 વાટકા ઝીણો દળેલો લોટ જૈતૂન તેલ સાથે ભેળવી અર્પણ કરવો. 13 અને પ્રત્યેક હલવાન માંટે તેલે મોયેલા 8 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અગ્નિમાં બનાવી તારે અર્પણ કરવું તેની સુંગધથી યહોવા પ્રસન્ન થાય છે. 14 તમાંરે પેયાર્પણમાં વાછરડા દીઠ અડધો ગેલન દ્રાક્ષારસ, ઘેટા દીઠ સવા ગેલન દ્રાક્ષારસ અને હલવાન દીઠ પા ગેલન દ્રાક્ષારસ ચઢાવવો, વર્ષના પ્રત્યેક મહિનામાં બારે માંસ અર્પણ કરવાનું આ દહનાર્પણ છે. 15 પ્રત્યેક માંસના પ્રથમ દિવસે એક બકરો પાપાર્થાર્પણ તરીકે તમાંરે યહોવાને ચઢાવવો. અને દૈનિક દહનાર્પણ અને તે સાથેના પેયાર્પણ ઉપરાંતનુ આ અર્પણ છે.
પાસ્ખાપર્વ
16 “પહેલા મહિનાનો ચૌદમો દિવસ તે યહોવાનો પાસ્ખાનો દિવસ છે, દર વર્ષે પહેલા મહિનાની 14મી તારીખ તેની ઉજવણી કરવી. 17 આ માંસને પંદરમે દિવસે બેખમીર રોટલીનો પર્વ શરૂ થશે અને સાત દિવસ સુધી તે ચાલુ રહેશે જે દરમ્યાન તમાંરે બેખમીર રોટલી ખાવી. 18 પ્રથમ દિવસે યહોવાની સમક્ષ સર્વ લોકોની ધર્મસભા રાખવી. તે દિવસે રોજનું પરિશ્રમનું કામ કરવું નહિ. 19 તમાંરે યહોવાને દહનાર્પણમાં 2 વાછરડા, 1 ઘેટો અને 1 વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં 7 હલવાનો ચઢાવવાં. 20 પ્રત્યેક વાછરડા દીઠ 24 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી તથા નર ઘેટા સાથે 16 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અર્પણ કરવાં. 21 અને પ્રત્યેક હલવાન સાથે 8 વાટકા તેલથી મોયેલો લોટ. 22 અને તમાંરા પોતાના માંટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે તમાંરે એક બકરાનું અર્પણ કરવું. 23 દરરોજના દહનાર્પણો ઉપરાંત આ અર્પણો તમાંરે સાત દિવસ સુધી લાવવાનાં છે.
24 “ઉત્સવના સાતે દિવસ દરરોજ યહોવાને માંટે સુવાસિત હોમયજ્ઞનું અન્ન; જાથુના દહનાર્પણ સાથેના પેયાર્પણ ઉપરાંત ચઢાવવાનાં છે.
25 “સાતમાં દિવસે ફરીથી પવિત્ર ધર્મસભા માંટે સર્વ લોકોએ ભેગા થવું અને તે દિવસે રોજનું પરિશ્રમનું કામ કરવું નહિ.
સપ્તાહોનું પર્વ
26 “કાપણીના પર્વના પ્રથમ દિવસે, નવા પાકની ઉજવણી કરવા યહોવા સમક્ષ સર્વ લોકોએ ધર્મસભામાં ભેગા થવું, તે દિવસે તમાંરે તમાંરા નવા પાકનું પ્રથમ ફળ યહોવાને ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરવું. અને રોજનું કામ કરવું નહિ. 27 તે દિવસે એક ખાસ દહનાર્પણ યહોવા સમક્ષ ચઢાવવું. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે, તે માંટે તમાંરે 2 વાછરડા, 1 ઘેટો અને એક વર્ષના 7 નર હલવાનો લાવવા. 28 એની સાથે બળદ દીઠ 24 વાટકા, ઘેટા દીઠ 16 વાટકા 29 અને હલવાન દીઠ 8 વાટકા તેલથી મોયેલો લોટ ચઢાવવો. 30 તદુપરાંત તમાંરા પોતાના પ્રાયશ્ચિતને માંટે એક બકરો અર્પણ કરવો. 31 પ્રતિદિન નિયમિત ચઢાવવામાં આવતાં દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણો તમાંરે લાવવાનાં છે. બલિદાન માંટેનાં પ્રાણીઓ ખોડખાંપણ વિનાના હોય તેની કાળજી રાખવી.

* 28:5: એક કવાટ એક દશાંશ એફાહ.