યુદ્ધ વિષેના સૈનિકોને સૂચનો
20
“જયારે તમે યુદ્ધમાં જાઓ અને તમાંરા દુશ્મનો સામે યુદ્ધે ચઢો અને તમાંરા કરતાં મોટી સંખ્યામાં રથો, ઘોડાઓ અને સેના જુઓ તો ગભરાઇ જશો નહિ, કારણ કે, તમને મિસરમાંથી બહાર લાવનાર તમાંરા દેવ યહોવા તમાંરી સાથે રહેશે.
“તમે યુદ્ધ શરૂ કરો તે પહેલાં યાજકે ઇસ્રાએલી સેના આગળ આવીને આ રીતે સંબોધન કરવું, ‘હે ઇસ્રાએલના પ્રજાજનો, સાંભળો; આજે તમે દુશ્મન સામે યુદ્ધે ચઢો છો, જયારે તેમનો સામનો કરો ત્યારે હિંમત હારશો નહિ; કે ગભરાશો નહિ, કે ભયભીત થશો નહિ: કારણ કે તમાંરા દેવ યહોવા તમાંરી સાથે આવનાર છે, તે તમાંરા પક્ષે રહીને દુશ્મનો સામે લડશે. અને તમને વિજય અપાવશે.’
“ત્યારબાદ સેનાના અધિકારીઓએ પણ સેનાને આ પ્રમાંણે સંબોધન કરવું; ‘શું અહીં તમાંરામાં કોઈ એવો છે કે જેણે નવું ઘર બંધાવ્યું હોય અને અર્પણવિધિ કરી ના હોય? જો તેવો કોઇ હોય તો તે પાછો ઘેર જાય, નહિ તો યુદ્ધમાં તે કદાચ માંર્યો જાય અને તેના ઘરનું અર્પણ બીજા કોઈએ કરવું પડે. શું અહીં કોઈ એવી વ્યકિત છે જેણે દ્રાક્ષની વાડી રોપી હોય અને હજી તેનાં ફળ ન ચાખ્યાં હોય? જો હોય તો તે ઘેર પાછો જાય! કારણ કે, જો તમે લડાઈમાં કદાચ માંર્યા જાઓ તો તેનાં ફળ બીજા કોઈ ખાશે! શું અહીં કોઈ એવી વ્યકિત છે જેણે કોઈ સ્ત્રી સાથે સગાઇ કરી હોય પણ તેની સાથે હજી લગ્ન ન કર્યા હોય? અને જો હોય તો તે પાછો ઘેર જાય, નહિ તો કદાચ તે યુદ્ધમાં માંર્યો જાય અને બીજો કોઈ પુરુષ તેની સ્ત્રી સાથે લગ્ન કરે.’
“વળી અધિકારીઓએ વધુમાં કહેવું કે, ‘હવે, શું અહીં કોઈ એવો પુરૂષ છે જે ગભરાઈ ગયો હોય કે હિંમત હારી ગયો હોય? અને જો હોય તો તે પાછો જાય; નહિ તો તે કદાચ અન્ય સાથીદારોને પણ નાહિંમત બનાવી દેશે.’ અને અધિકારીઓ સેનાને સંબોધન કર્યા બાદ સેનાની ટુકડીઓના સેનાનાયકો નિયુકત કરીને તેઓ તેમનાં નામ જાહેર કરે.
10 “જયારે તમે કોઈ નગર સામે યુદ્ધ કરવા જાઓ ત્યારે પહેલાં તેને સંધિનું કહેણ મોકલવું. 11 જો તે સંધિનો સ્વીકાર કરે અને તમાંરા માંટે નગરના દરવાજા ઉઘાડે, તો તે નગરના તમાંમ લોકો તમાંરા ગુલામ બની જાય. 12 પરંતુ જો તેઓ સંધિનો અસ્વીકાર કરે અને યુદ્ધે ચઢાવા માંગે તો તમાંરે તે નગરને ઘેરો ઘાલવો. 13 અને જયારે તમાંરા યહોવા દેવ તે નગરને તમાંરે હવાલે કરશે, તમાંરે તે નગરના તમાંમ પુરૂષોનો સંહાર કરવો. 14 પરંતુ સ્ત્રીઓ, બાળકો, ઢોરઢાંખર અને બીજું બધું લૂંટી લેવું. તમાંરા દેવ યહોવાએ દુશ્મનો પાસેથી અપાવેલી લૂંટ તમે ભોગવી શકો છો. 15 જે પ્રજાઓની ભૂમિમાં તમે વસવાના છો તે પ્રજાઓનાં ના હોય એવાં દૂરના નગરો સાથે તમાંરે એ રીતે વર્તવું.
16 “પરંતુ દેવ યહોવા જે ભૂમિ તમને તમાંરા કબજામાં આપે છે, તેમાં તમાંરા દ્વારા કોઇ પણ જીવતું છોડાઇ જવું ન જોઇએ. તમાંરે તમાંમ મનુષ્ય અને પ્રાણીઓનો નાશ કરવો. 17 હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, હિવ્વીઓ પરિઝઝીઓ અને યબૂસીઓનો તમાંરે સંપૂર્ણ નાશ કરવો. તમાંરા યહોવા દેવની આ આજ્ઞા છે. 18 જેથી તેઓ પોતે પોતાના દેવોની પૂજામાં જે ધૃણાજનક વિધિઓ કરે છે એનું અનુકરણ કરવા તમને લલચાવે નહિ અને શીખવે નહિ, તેથી તમે તમાંરા દેવ યહોવાના ગુનેગાર ન બનો.
19 “કોઈ નગરને જીતી લેવા માંટે લાંબા સમય સુધી ઘેરો ઘાલવો પડે તો, તમાંરે આજુબાજુનાં વૃક્ષોના નાશ ન કરવા, ફળાઉવૃક્ષોનાં ફળ ખાવાં, પરંતુ તે વૃક્ષોનો નાશ ન કરો. વૃક્ષો તમાંરાં દુશ્મનો નથી કે તેમને કાપી નાખવા પડે. 20 ફળો ના આપે તેવાં વૃક્ષોને તમે કાપી શકો. કિલ્લામાં અંદર અથવા બહાર જવાના રસ્તાને રોકવામાં તેને વાપરો અને યુદ્ધમાં વપરાતા ઓજારો માંટે વાપરો, તમે શહેરને કબજે કરવા સમર્થ થાવ ત્યાં સુધી.