રાજા શાઉલનો પરિવાર ઇતિહાસ
1 બિન્યામીનનો જયેષ્ઠ પુત્ર બેલા, બીજો આશ્બેલ, ત્રીજો આહરાહ:
2 ચોથો નોહાહને પાંચમો રાફા હતો.
3 બેલાને આ પુત્રો હતા: આદ્દાર, ગેરા, એહૂદ,
4 અબીશૂઆ, નામાન, અહોઆહ;
5 શફૂફાન અને હૂરામ.
6 એહૂદના વંશજો ગેબામાં વસતાં કુટુંબોના આગેવાનો હતા. યુદ્વમાં તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવામાં આવ્યા.
7 તેઓનાં નામ આ પ્રમાણે છે: નામાન, અહિયા, ગેરા (જેણે તેઓને દેશવટો અપાવ્યો), ઉઝઝી અને અહીહૂદનો પિતા હતો.
8 શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બાઅરાને છૂટાછેડા આપી દીધા, પણ મોઆબ દેશમાં
9 તેની નવી પત્ની હોદેશથી યોબાબ, સિલ્યા, મેશા, માલ્કામ,
10 યેઉસ, શાખ્યા અને મિર્માહનો જન્મ થયો. આ તેના પુત્રો તેમના કુટુંબોના આગેવાનો બન્યા.
11 તેની પત્ની હુશીમથી અબીટુબ અને એલ્પાઆલ થયા હતા.
12 એલ્પાઆલના પુત્રો: એબેર, મિશઆમ, તથા શેમેદ, જેણે ઓનો તથા લોદ તેમના કસબાઓ સહિત વસાવ્યાં;
13 તેના બીજા પુત્રો બરીઆહ ને શેમા હતા. તેઓ કુટુંબોના આગેવાનો હતા અને આયાલોનમાં રહેતા હતા. તેઓએ ગાથના રહેવાસીઓને હાંકી કાઢયા.
14 એલ્પાલનાં પુત્રો: આહ્યો શાશાક અને યેરેમોથ,
15 બરીઆહના પુત્રો: ઝબાધા, અરાદ, એદેર,
16 મિખાએલ, યિશ્પાહ અને યોહા.
17 એલ્પાઆલના પુત્રો હતો: ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર.
18 યિશ્મરાય, યિઝલીઆહ, અને યોબાબ,
19-21 શિમઇના પુત્રો: યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી, અલીએનાય, સિલ્લાથાય, અલીએલ, અદાયા, બરાયા, અને શિમ્રાથ.
22-25 શાશાકનાં પુત્રો: યિશ્પાન, એબેર, અલીએલ, આબ્દોન, ઝિખ્રી, હાનાન, હનાન્યા, એલામ, આન્થોથીયા યિફદયા અને પનુએલ.
26-27 યરોહામનાં પુત્રો હતો: શામ્શરાય, શર્હાયા,અથાલ્યા, યાઅરેશ્યા, એલિયા અને ઝિખ્રી.
8
28 આ બધાં તેમના સમયમાં કુટુંબોના આગેવાનો હતા અને યરૂશાલેમમાં રહેતા હતા.
29 ગિબયોનના પિતા યેઇએલ ગિબયોનમાં રહેતા હતા.તેમની પત્નીનું નામ માઅખાહ હતું.
30 તેનાં પુત્રો: જયેષ્ઠ પુત્ર આબ્દોન, સૂર, કીશ બઆલ, નાદાબ,
31 ગદોર, આહ્યો, ઝેખેર,
32 અને મિકલોથ જે શિમઆહનો પિતા હતા. આ બધા કુટુંબો યરૂશાલેમમાં પોતાના ભાઇઓ સાથે રહેતા હતા.
33 નેર કીશના પિતા હતા અને કીશ શાઉલના પિતા હતા. શાઉલનાં પુત્રો: યોનાથાન માલ્કી-શૂઆ, અબીનાદાબ અને એશ્બઆલ.
34 યોનાથાનનો પુત્ર મરીબ-બઆલ હતો. મરીબ-બઆલનો પુત્ર મીખાહ હતો.
35 મીખાહના પુત્રો: પીથોન, મેલેખ, તારેઆ અને આહાઝ.
36 આહાઝ યહોઆદાહના પિતા હતા. યહોઆદાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી, મોસા ઝિમ્રીનો પુત્ર હતો.
37 મોસા બિનઆનો પૂર્વજ હતો, બિનઆના પુત્રો: રાફાહ, શફાહનો પુત્ર એલઆસાહ, એલઆસાહનો પુત્ર આસેલ.
38 આસેલના છ પુત્રો હતા; આઝીર્કામ, બોખરૂ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન.
39 આસેલના ભાઇ એશેકના પુત્રો: જયેષ્ઠ પુત્ર ઉલામ, બીજો યેઉશ ને ત્રીજો અલીફેલેટ.
40 ઉલામના પુત્રો પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓને ઘણા પુત્રો ને પુત્રોના પુત્રો એટલે 150 જેટલા હતા. એ સર્વ બિન્યામીન વંશજો હતા.